જતીન સંઘવી ; રેલ્વે બોર્ડના નિર્દેશો મુજબ, પશ્ચિમ રેલ્વેએ 1લી જુલાઈ, 2022થી ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી તમામ લાંબા અંતરની મેલ એક્સપ્રેસ, સુપરફાસ્ટ ટ્રેનોના જનરલ કોચને અનારક્ષિત (ડી-રિઝર્વ) કરવાનો નિર્ણય લીધો છે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, યાત્રી હવે ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી લાંબા અંતરની ટ્રેનોમાં અનરિઝર્વ્ડ ટિકિટ લઈને મુસાફરી કરી શકશે. કોરોના કાળથી અત્યાર સુધી મુસાફરોએ જનરલ કોચ માટે રિઝર્વેશન કરાવવું પડતું હતું જેમાંથી હવે મુક્તિ અપાઈ છે.