રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આજે 32 જેટલા મામલતદારની આંતરિક ફેરબદલી કરવામાં આવી છે જ્યારે 46 નાયબ મામલતદારને પ્રમોશન આપી વિવિધ જિલ્લામાં બદલી કરાય છે ભાવનગરના પાંચ નાયબ મામલતદારોની મામલતદાર તરીકેના પ્રમોશન સાથે અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવેલ.
રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા વહીવટી સરળતા ખાતર 32 મામલતદારોની આંતરિક ફેરબદલી કરવામાં આવેલ અને ૪૬ નાયબ મામલતદારોને બઢતી સાથે બદલી કરાયેલ જેમાં ભાવનગરના નાયબ મામલતદાર જે. એમ. શુકલ ને અમદાવાદ ખાતે ડિઝાસ્ટર વિભાગમાં મામલતદાર તરીકે તેમજ જે.પી. ગોહિલની અમરેલી જિલ્લાના સાવરકુંડલા મામલતદાર તરીકે તેમજ બી. એમ.પરમારની કચ્છ જિલ્લાના નખત્રાણા મામલતદાર તરીકે જ્યારે કે.પી. મોહનાણીની બોટાદ જિલ્લાના ગઢડા મામલતદાર તરીકે તેમજ બી. એન.રાજકોટીયાની જામનગર જિલ્લાના લાલપુર મામલતદાર તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવેલ આ ઉપરાંત છ નાયબ મામલતદારોની પણ અલગ અલગ વિભાગમાં બઢતી સાથે બદલી કરાયેલ જેમાં ભાવનગર નાયબ મામલતદાર કે.બી.ચાંદલીયાને ગુજરાત જાહેર સેવા આયોગની ભલામણ અનુસાર ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા બઢતીથી અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે મામલતદાર પદે નિમણૂક આપવામાં આવેલ આમ રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વર્ગ-૨ અને ત્રણના અધિકારીઓની સામૂહિક બદલીનો ચિપ્યો હતો.