ભાવેણાવાસીઓના દ્વારે પહોંચી રહ્યા છે ભગવાન
સમગ્ર રૂટ પર લોકોની દર્શનાર્થે ભીડ ફ્લોટ્સ અને અખાડાઓએ જમાવ્યું આકર્ષણ
મૌલિક સોની: ભગવાન જગન્નાથજીની નગરચર્યા શહેરના ભગવાનેશ્વર મહાદેવથી પ્રસ્થાન થઈ નિયત સમયે નિયત રૂટ પર આગળ વધી રહી છે. ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
તો વિવિધ ફ્લોટ્સ, અખાડીયનોની કલા અને કરતબ, રસ્તા ઉપરની રંગોલીએ ભારે આકર્ષણ જમાવ્યું છે.
પોલીસ તથા અન્ય સુરક્ષા બળો દ્વારા સમગ્ર રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને ઉત્સાહ ઉમંગ સાથે ‘જય જય જગન્નાથ’ના નારા સાથે યાત્રા તેના રૂટ ઉપર ફરી રહી છે સવારે 10:00 કલાકે આ યાત્રા શિવાજી સર્કલે પહોંચી હતી અને ત્યાંથી આગળ વધી રહી છે.