મૌલિક સોની: આજે અષાઢી બીજે ભગવાન ભાવિકાના દ્વારે પહોંચ્યા છે ત્યારે મેઘરાજાએ પણ જગન્નાથજીના ચરણ પખાળવા પધરામણી કરી છે. સવારથી ગોરંભાયેલા વાદળો બપોરે 1:30 વાગ્યા પછી વરસવા લાગ્યા હતા. રથયાત્રાના રૂટ પર પણ વરસાદ શરૂ થયો હતો અને આ અમી વર્ષાથી ભાવિકોનો ઉત્સાહ અને ઉમંગ બેવડાયો હતો. બે વર્ષના અંતરાલ પછી આ વર્ષે જ્યારે ભગવાનની નગર યાત્રા નીકળી છે ત્યારે લોકોમાં ઉત્સાહ છે અને ઠેર ઠેર સ્વાગત અને સન્માન થઇ રહ્યા છે. વરસાદને કારણે દોડધામ પણ થઈ ગઈ હતી, જો કે મોટા ભાગનું આગોતરું આયોજન જ હોય યાત્રા નિયત રીતે આગળ વધી રહી છે. જુઓ મેધરાજા અને રથયાત્રાની તસવીરો..