ભાવનગરની રથયાત્રામાં વિવિધ કલાત્મક ફ્લોટ્સનું આકર્ષણ રહ્યું છે અને ફલોટ સજાવટ અને અપાતા મેસેજને ધ્યાનમાં લઇ ક્રમાંક પણ અપાય છે. આ વર્ષે રથયાત્રામાં કરંટ ટોપિક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાયેલા વિવિધ સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક અને ધાર્મિક સંદેશા આપતા વિવિધ ફલોટ અને ઐતિહાસિક પાત્રો વચ્ચે હરીફાઇ યોજાઇ હતી. રથયાત્રા મહોત્સવ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આઝાદ મિત્ર મંડળનો કોરોનાનો ફલોટ નંબર મેળવેલ છે. જ્યારે બીજા ક્રમે રાજહંસ નેચર કલબનો ગ્લોબલ વોર્મિંગ પર્યાવરણનો ફલોટ, ત્રીજા નંબરે સરદાર યુવા મંડળનો વૃદ્ધાશ્રમને લગતો ફલોટ, ચોથા ક્રમે કાઠીયાવાડ મિત્ર મંડળના રાષ્ટ્રીય ચેતના સરક્ષણ લોક જાગૃતિનો પ્લોટ અને પાંચમા ક્રમે અખિલ વિશ્વ યુગનિર્માણ ગાયત્રી પરિવારનો વ્યસન મુક્તિ અને ભારતીય સંસ્કૃતિ પ્રચાર પ્રસારનો ફલોટ વિજેતા બન્યો છે.
જ્યારે વેશભૂષા સ્પર્ધામાં રાધાકૃષ્ણ પાત્રમાં અશોક ચૌહાણ- જયેશ વકાણી પ્રથમ,વેલનાથ બાળ સ્વરૂપ રોહિત પ્રવીણભાઈ ડાભી, બીજા ક્રમે, સર્પ કન્યા જાનવી રાજુભાઈ ચૌહાણ ત્રીજા ક્રમે ,અને વાસુદેવ કૃષ્ણનું પાત્ર ભજવનાર હરીભાઇ મકવાણા ચોથા નંબરે વિજેતા થયેલ છે.
પ્રતિવર્ષ નિર્ણાયક તરીકે સેવા આપતી ટિમ
આ સ્પર્ધામા નિર્ણાયકો તરીકે કાળુભાઈ દવે ,એસ.ટી રાવલ,વિપુલ હિરાણી(પત્રકાર), શૈલેન્દ્રસિંહ ગોહિલ ,મહેશ દવે , કલાપી પાઠક , સમીરભાઈ વ્યાસ, નયનાબેન દવે, ધૃતિબેન વ્યાસ , અજયભાઈ ત્રિવેદી મહેશભાઈ ભટ્ટ વિગેરે એ સેવા આપી હતી.