દિલ્હીથી જબલપુર જઈ રહેલી સ્પાઈસજેટનું વિમાન શનિવારે સવારે ઉડાન ભર્યાની થોડી મીનિટોમાં પાછુ દિલ્હી એરપોર્ટ પર આવી ગયું હતું. સ્પાઈસજેટના પ્રવક્તા તરફથી જાણકારી આપવામાં આવી છે કે, ફ્લાઈટ ટેક ઓફ કર્યા બાદ જ્યારે વિમાન 5 હજાર ફુટની ઉંચાઈ પર પહોંચ્યું તો, પાયલટના કેબિનમાં ધુમાડો દેખાયો, ત્યાર બાદ વિમાનને પાછુ દિલ્હી એરપોર્ટ પર લેંડ કરાવામાં આવ્યું હતું.
વિમાનની ઈમરજન્સી લેન્ડીંગની સૂચના બાદ શિવસેનાના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ DGCA પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, હોર્સ ટ્રેડિંગ માટે પસંદગીની એરલાઈન હોવાના કારણે DGCA એરલાઈન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકતું નથી. તેમણે કહ્યું કે, મુસાફરોનો જીવ બચાવવા માટે ક્રૂ મેમ્બર્સને સલામ.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર એક વીડિયોમાં જોઈ શકાય છે કે, વિમાનમાં ઘુમાડો ભરાયેલો છે. અંદર બેઠેલા મુસાફરો ધુમાડાના ગોટાથી પરેશાન થઈ રહ્યા છે. વિમાનનું ઈમરજન્સી લેન્ડીંગ કરાવ્યા મુસાફરોને એરપોર્ટ પર રોકી રાખવામાં આવ્યા છે. કહેવાય અન્ય ફ્લાઈટ દ્વારા મુસાફરોને જબલપુર મોકલવામા આવ્યા હતા.