ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આ વખતે હૈદરાબાદમાં થઈ રહી છે. હૈદરાબાદના નોવાટેલ કોન્વેંશન સેન્ટરમાં થવા જઈ રહેલી આ બેઠકમાં શરૂ થઈ છે. અને 3 જૂલાઈ સુધી ચાલુ રહેશે. ભાજપના પ્રવક્તા એનવી સુભાષે જણાવ્યું છે કે, આ બેઠકની શરૂઆત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરશે. રાષ્ટ્રીય કાર્યકારિણીના અધિવેશન બાદ એક વિશાળ રેલી પણ થશે. જેમાં પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે.
તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શનિવારે બેગમપેટ પહોંચશે. જ્યાં તેમના સાર્વજનિક સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે. ભાજપ પ્રવક્તાએ કહ્યું કે, રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક હૈદરાબાદમાં 18 વર્ષ બાદ થઈ રહી છે.આ એક મોટો કાર્યક્રમ છે. જેના માટે તમામને જવાબદારીઓ સોંપવામાં આવી છે. તમામ લોકો ઈમાનદારીથી આ કામમાં લાગેલા છે. જેથી કાર્યક્રમમાં કોઈ અડચણ ન આવે.
કહેવાય છે કે, કાર્યકારિણીની બેઠક દરમિયાન તેલંગણામાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી ઉપરાંત 2024માં પ્રસ્તાવિત લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી રણનીતિ તૈયાર કરવામાં આવશે. વર્ષ 2014માં કેન્દ્રની સત્તામાં આવ્યા બાદ ભાજપની આ ત્રીજી બેઠક હશે, જે કોઈ દક્ષિણ ભારતીય રાજ્યમાં આયોજીત થઈ રહી છે. રાષ્ટ્રીય કાર્યકારિણીની નિર્ણય લેનારો ભાજપનો મુખ્ય એકમ છે.