કેરળના તિરુવનંતપુરમની જિલ્લા અદાલતે સોમવારે 24 વર્ષીય યુવતીને મૃત્યુદંડની સજા સંભળાવી છે. ઓક્ટોબર 2022માં યુવતીએ તેના બોયફ્રેન્ડને આયુર્વેદિક ટોનિકમાં ઝેર ભેળવીને પીવડાવી દીધું અને તેને મારી નાખ્યો હતો.
યુવતીના લગ્ન બીજે નક્કી થયા હતા, એટલે તેણે બોયફ્રેન્ડથી પીછો છોડાવવા માટે તેને મારી નાખ્યો. તેના કાકા નિર્મલાકુમારણ નાયરને હત્યામાં સાથ આપવા અને પુરાવા નષ્ટ કરવાના મામલે દોષી ઠરાવવામાં આવ્યો છે, તેને 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પુરાવાના અભાવે યુવતીની માતાને છોડી દેવામાં આવી છે.
સજા ફટકારતા કોર્ટે કહ્યું- આ રેયરેસ્ટ ઓફ ધ રેર કેસ છે. યુવતીએ તે વ્યક્તિને દગો આપ્યો જે તેને પ્રેમ કરતો હતો અને તેનાથી સમાજમાં સારો મેસેજ નથી ગયો. સજા સંભળાવ્યા બાદ દોષિત ગ્રીષ્માને મહિલા જેલ અને સુધાર ગૃહ અટ્ટાકુલંગારામાં લઈ જવામાં આવી હતી.
કોર્ટે 586 પાનાંના પોતાના નિર્ણયમાં કહ્યું કે ગુનાની ગંભીરતાને જોતા આરોપીની ઉંમર અને અન્ય સંજોગોને ધ્યાનમાં લેવાની જરૂર નથી. ગ્રીષ્માએ પ્લાનિંગ સાથે શેરોનની હત્યા કરી હતી. ધરપકડ બાદ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેથી તપાસને વાળવામાં આવે.
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર વીએસ વિનીત કુમારના જણાવ્યા અનુસાર, દોષી ગ્રીષ્માના લગ્ન નાગરકોઈલના રહેવાસી આર્મી સૈનિક સાથે નક્કી કરવામાં આવ્યા હતા. આ કારણે તે તેના બોયફ્રેન્ડ શેરોન રાજનને સંબંધ તોડવા માટે કહી રહી હતી, પરંતુ શેરોન ગ્રીષ્મા સાથેનો સંબંધ ખતમ કરવા માંગતો ન હતો