નરેન્દ્ર ચુડાસમા: ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ગઈકાલે શનિવારે 12 કેસ નોંધાયા બાદ આજે રવિવારે 15 કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં શહેરમાં 13 અને ગ્રામ્ય પંથકમાં બે નવા પોઝિટિવ મળી આવ્યા છે
ભાવનગર શહેરમાં આજે રવિવારે સાત પુરુષ અને છ મહિલા મળી 13 પોઝિટિવ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્ય પંથકમાં વરતેજની 18 વર્ષની યુવતી અને ભુંભલીના 45 વર્ષની મહિલાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આમ શહેરમાં અત્યાર સુધીમાં કુલ એક્ટિવ કેસ 86 અને ગ્રામ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 14 થવા પામી છે.ગ્રામ્ય પંથકમાં સિહોરના અને ધરવાળા ગામના એક એક પુરુષ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે