ગારિયાધારના રૂપાવટીમાં હિંદૂ વિસ્તારમાં દફનવીધીનો મામલો ભારે વિવાદી બન્યો હતો જેનો આખરે સુખદ ઉકેલ આવ્યો છે, આજે બપોર બાદ તંત્રએ આ મામલો હાથમાં લઈ બંને કોમ વચ્ચે એખલાસ જળવાઈ રહે એ માટે પ્રયત્નો હાથ ધર્યા હતા અને તે સફળ રહયા છે.
એકાદ માસ પૂર્વે દફન થયેલા શબને કબ્રસ્તાનમાં પુનઃ દફન કરવામાં વહીવટી અને પોલીસ તંત્રએ કાયૅવાહી કરી હતી. નાયબ અધિક્ષકના નેતૃત્વમાં મસમોટો પોલીસ કાફલો પણ અહીં તહેનાત રહ્યો હતો તેમ જાણવા મળ્યું છે.
આ બાબતે ગામના અગ્રણી વિક્રમસિંહ ગોહિલે કહ્યું કે કેટલાક હિત શત્રુઓ આ દફનવિધિ આ જગ્યાએ કરીને હિન્દુ- મુસ્લિમ સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા થાય તે માટે પ્રયત્નો કરે છે.તેથી તાત્કાલિક આ શબને યોગ્ય રીતે દફન કરવાં ગ્રામજનોની માંગ હોવાનું જણાવેલ. આજે બપોરે આ મામલે રેલીનું આયોજન કરાયેલ પરંતુ તંત્રએ મામલો હાથમાં લઈ વિવાદનો અંત આણ્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામે એક મહિના પહેલાં એક મુસ્લિમ વ્યક્તિનું મરણ થતાં મુસ્લિમ સમાજના લોકોએ ગામમાં પોતાનું હિન્દુ રહેણાક વિસ્તારની બાજુમાં તેની દફનવિધિ કરી હોવાનો વિવાદ ઉઠ્યો હતો. આ મામલે સમગ્ર હિન્દુ સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો, ગામ લોકોએ માંગ કરી હતી કે દફન કરાયેલ શબને તેની નિયત કરેલી જગ્યામાં પુનઃદફનવિધિ કરવામાં આવે. આ મતલબનું આવેદન પત્ર પણ એક મહિના પહેલા સરકારી તંત્રને આપી દેવામાં આવ્યું હતું. પણ તંત્રે કોઈ પગલાં નહિ લેતા ગ્રામજનોએ પાંચ દિવસ પૂર્વે આ મામલે મામલતદાર કચેરીએ અનશન આદર્યા હતા.
આ બાબતે ગામના અગ્રણી વિક્રમસિંહ ગોહિલે કહ્યું કે કેટલાક હિત શત્રુઓ આ દફનવિધિ આ જગ્યાએ કરીને હિન્દુ- મુસ્લિમ સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા થાય તે માટે પ્રયત્નો કરે છે.તેથી તાત્કાલિક આ શબને યોગ્ય રીતે દફન કરવાં ગ્રામજનોની માંગ હોવાનું જણાવેલ. આજે બપોરે આ મામલે રેલીનું આયોજન કરાયેલ પરંતુ તંત્રએ મામલો હાથમાં લઈ વિવાદનો અંત આણ્યો હતો