નરેન્દ્ર ચુડાસમા: ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે આજે શહેરમાં એક સાથે 12 કેસ નોંધાયા છે જ્યારે જિલ્લામાં વલભીપુર તાલુકાના દરેડ ગામે એક પોઝિટિવ કેસ નોંધાયો છે
ભાવનગર શહેરમાં આજે છ મહિલા અને છ પુરુષ મળી કુલ 12 પોઝિટિવ કેસ નોંધાયા હતા અત્યાર સુધીમાં નોંધાયેલા કેસો પૈકી હાલમાં બે દર્દી હોસ્પિટલમાં અને ૭૧ ઘરે સારવાર મળી કુલ ૭૩ એક્ટિવ દર્દીઓ છે જ્યારે ગ્રામ્ય પંથકમાં આજે એક દર્દી નોંધાતા કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 14 થઈ છે જેમાં બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આમ ભાવનગરમાં કોરોનાના એક્ટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જે ચિંતાનો વિષય બની રહ્યો છે