ભાવનગરના જાણીતા કલાકાર અને અનેકવિધ સામાજિક પ્રવૃત્તિ કરતા જીતુ જેક્શનની બેટી બચાવો અભિયાન પ્રવૃત્તિની નોંધ દેશ અને વિદેશમાં લેવાઈ રહી છે. પોતાનું વાહન લઇ અને દેશભરમાં ફરી બેટી બચાવોનો સંદેશ જીતુ જેક્શન દ્વારા આપવામાં આવી રહ્યો છે. તેના આ અભિયાનની નોંધ અમેરિકા ખાતે યોજાયેલા વિશ્વ મહિલા સંમેલનમાં પણ લેવાઈ હતી. આ સંમેલનમાંથી ભાવનગરના જીતુ જેકસન ની આ પ્રવૃત્તિની નોંધ લઇ અને તેને બિરદાવતો વિડિયો શેર કરાયો હતો જે અહીં જોઈ શકાય છે.