રવિવાર રાત્રે ફેમિના મિસ ઈન્ડિયાની ફાઈનલ યોજાઈ અને આ સ્પર્ધામાં કર્ણાટકની સિની શેટ્ટીએ 31 હરિફોને હરાવીને બાજી મારી લીધી. સિની શેટ્ટીને ફેમિના મિસ ઈન્ડિયા-2022ની વિજેતા જાહેર કરાઈ
જિઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત ફંક્શનમાં સિનીના માથે મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવાયો, તો બીજી તરફ રાજસ્થાનની રૂબલ શેખાવત ફેમિના મિસ ઈન્ડિયા-2022ની ફર્સ્ટ રનર-અપ બની, સાથે જ ઉત્તર પ્રદેશની શિનાતા ચૌહાણ સેકન્ડ રનર-અપ જાહેર કરાઈ. આ ત્રણેય સુંદરીઓને પસંદ કરવા માટે જજ પેનલમાં એક્ટ્રેસ નેહા ધૂપિયા સહિત મલાઈકા અરોરા, ડિનો મોરિયા, પૂર્વ ક્રિકેટર મિતાલી રાજ, ડિઝાઈનર રોહિત ગાંધી, રાહુલ ખન્ના અને કોરિયોગ્રાફર શ્યામક ડાવર રહ્યા.