હિમાચલ પ્રદેશમાં સવાર સવારમાં ગોઝારો અકસ્માત થયો છે. સૈંજ ઘાટીમાં એક ખાનગી બસ ખીણમાં ખાબકી જેમાં શાળાના બાળકો સહિત 20 જેટલા લોકોના મોત થયા છે. બસમાં 45 જેટલા મુસાફરો સવાર હતા.
મળતી માહિતી મુજબ સૈંજ ખીણના શેંશરથી સૈંજ તરફ આ બસ જઈ રહી હતી. તે દરમિયાન જંગલા નામની જગ્યાએ કેંચી મોડ પર આ બસ બેકાબૂ બની અને સીધી ખીણમાં જઈને ખાબકી. દુર્ઘટનાગ્રસ્ત બનેલી આ બસમાં સ્થાનિકો ઉપરાંત શાળાના બાળકો પણ સવાર હતા જે શાળાએ જઈ રહ્યા હતા. બસ ખીણમાં ખાબકતા શાળાના બાળકો સહિત 20થી વધુ લોકોના દર્દનાક મોત થયા છે. અત્યાર સુધીમાં 16 મૃતદેહો કાઢવામાં આવ્યા છે અને હજુ પણ અનેક લોકો દટાયેલા છે.