Tuesday, July 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

જામીન પર છૂટેલા ૫ શખ્સોએ રૂપાંચ લાખ માંગ્યા: પોલીસે ૪ શખ્સોને ઝડપી લીધા

દોઢ વર્ષ જૂની હત્યાની અદાવતમાં ખંડણી માંગતી ગેંગનો આતંક, મહિલા પર પાઇપથી હુમલો કર્યો હતો

dharmendravaghela by dharmendravaghela
2026-06-13 12:40:22
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

શહેરના ઘોઘારોડ પર વર્ષ ૨૦૨૪ની દીવાળીની રાત્રે થયેલી ડો. શિવરાજભાઈ લાખાણીની ચકચારી હત્યાના કેસમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની અદાવત રાખી, જામીન પર છૂટેલા બુલેટગરોએ પીડિત પરિવાર પાસે રૂ.૪ થી ૫ લાખની ખંડણી માંગી ઘરમાં ઘૂસી હુમલો કર્યો હોવાની સળગતી ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
બનાવ અંગે મળતી માહિતી મુજબ, હત્યાના ભોગ બનનાર ડો. શિવરાજભાઈ અને તેમના દીકરાને હોસ્પિટલ ભેગા કરનાર વ્યક્તિના પત્નીએ ફરિયાદ નોંધાવી છે કે, આ કેસમાં જામીન પર મુક્ત થયેલા પ્રકાશ ઉર્ફે પકો, લાલો ઉર્ફે છત્રી, હિતેશ ડાભી, ચિરાગ ઉર્ફે ભાણો રાઠોડ અને દેવ ઉર્ફે અગુ અવારનવાર ધાકધમકી આપી જામીન ખર્ચના પૈસા માંગતા હતા. હિતેશ ડાભીએ અગાઉ બે કટકે રૂ.૨૦,૦૦૦ બળજબરીથી કઢાવી લીધા હતા.
ગત તા. ૧૦ જૂના રોજ આરોપી લાલાએ વોટ્સએપ કોલ કરી ધમકી આપતા પિતા-પુત્ર તેને મળવા ગયા હતા. આ તકનો લાભ લઈ તમામ આરોપીઓએ એકસંપ થઈ મહિલાના ઘરમાં ઘૂસી ગાળો ભાંડી હતી. આરોપી ચિરાગ ભાણાએ મહિલાને પીઠના ભાગે લોખંડના પાઇપના બે ઘા મારી મૂઢ ઇજા પહોંચાડી હતી, તેમજ ફળિયામાં પડેલી મોટરસાયકલમાં તોડફોડ કરી રૂ.૨૫,૦૦૦નું નુકસાન કર્યું હતું. આ બનાવ અંગે પોલીસે મહિલાની ફરિયાદના આધારે BNS ની કલમ ૩૦૮(૪), ૩૦૮(૫), ૧૯૧(૨), ૩૨૪(૪), ૩૫૧(૩) અને જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ મુખ્ય ચાર શખ્સો પ્રકાશ ઉર્ફે પકો રાજુભાઈ, ચિરાગ ઉર્ફે ભાણો લક્ષ્મણભાઈ રાઠોડ, દેવ ઉર્ફે અંગુર તથા મેહુલ રમેશભાઈ ચુડાસમાને ઝડપી લીધા હતા.

Tags: bhavnagar POlicedharpakedkhandani
Previous Post

સિહોરમાં ડહોળા દુર્ગંધ યુક્ત પાણી વિતરણથી જન આરોગ્ય પર ખતરો

Next Post

મહુવા નજીક LCBનો દરોડો: પોલીસને જોઈ બાઇક અને વિદેશી દારૂ મૂકી બુટલેગર ફરાર

dharmendravaghela

dharmendravaghela

Related News

ફેફસાના નિષ્ણાંત તબીબની સમયસર કામગીરીથી દોઢ વર્ષના માસુમ બાળકને મળ્યું નવજીવન!
ભાવનગર

ફેફસાના નિષ્ણાંત તબીબની સમયસર કામગીરીથી દોઢ વર્ષના માસુમ બાળકને મળ્યું નવજીવન!

July 20, 2026
ભાવનગર

ભાવનગરના કુંભારવાડામાંથી ઈંગ્લીશ દારૂના 5 ચપટા સાથે શખ્સ ઝડપાયો

July 20, 2026
ભાવનગર

જોગર્સ પાર્ક નજીક એક્ટિવા ચાલકે બાઈકને અડફેટે લીધું

July 20, 2026
Next Post
કાળિયાબીડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ

મહુવા નજીક LCBનો દરોડો: પોલીસને જોઈ બાઇક અને વિદેશી દારૂ મૂકી બુટલેગર ફરાર

વલ્લભીપુરમાં બાઈક ચલાવવા બાબતે પાડોશીઓનો વિવાદ ઉગ્ર: મહિલા ઉપર તલવારથી હુમલાનો પ્રયાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.