AAPની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલને ગુરુવારે દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધી હતી. દિલ્હીમાં સ્વચ્છતા મુદ્દે માલીવાલ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે કચરો ફેંકવા ગઈ હતી.આ પહેલા માલીવાલ લોડીંગ ટોમ્પો લઈને વિકાસપુરી પહોંચી હતી. અહીં તે લોકો સાથે રસ્તા પરથી કચરો ઉપાડીને ટેમ્પોમાં ભરીને કેજરીવાલના ઘરે ગઈ. અહીં તેણે બધો કચરો રસ્તા પર ફેંકી દીધો.આ દરમિયાન દિલ્હી પોલીસ તેને વારંવાર ચેતવણી આપતી રહી કે રસ્તા પર કચરો ન ફેંકો, નહીં તો કાર્યવાહી કરવામાં આવશે. જો કે, માલીવાલ ન માની, ત્યાર બાદ પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધી.
માલીવાલે કહ્યું- આખું શહેર કચરાપેટીમાં ફેરવાઈ ગયું છે. હું કેજરીવાલ સાથે વાત કરવા આવી છું. હું તેમને કહીશ કે પોતે સુધરી જાય, નહીં તો જનતા તેમને સુધારી દેશે. હું ન તો તેમના ગુંડાઓથી ડરું છું અને ન તો તેમની પોલીસથી. માલીવાલે સવારે વિરોધ પ્રદર્શન પહેલા કહ્યું હતું- હું કચરો ભરેલી 3 ટેમ્પો લઈને કેજરીવાલજીના ઘરે પહોંચવાની છું. કેજરીવાલ જી, ડરશો નહીં.. જનતા સમક્ષ આવો અને જુઓ કે દિલ્હીની શું હાલત થઈ ગઈ છે.