પ્રયાગરાજ મહાકુંભમાં આવવા- જવા માટેના રૂટ અલગ કરવામાં આવ્યા છે. પ્રયાગરાજ શહેરમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. મેળા વિસ્તારને સંપૂર્ણ નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે અહીં કોઈ વાહન પ્રવેશશે નહીં. તેમજ VVIP પાસ પણ રદ કરવામાં આવ્યા છે. આ નિયમો 4 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.
સરકારે 2019માં કુંભમાં તહેનાત અધિકારીઓને તાત્કાલિક બોલાવ્યા છે, જેથી વ્યવસ્થામાં વધુ સુધારો કરી શકાય. 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં લગભગ 27.50 કરોડ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે. મૌની અમાવસ્યા (29 જાન્યુઆરી)ના રોજ લગભગ આઠ કરોડ લોકોએ સ્નાન કર્યું હતું.
મહાકુંભ દુર્ઘટનાની તપાસ માટે રચાયેલા ત્રણ સભ્યોના પંચે લખનઉના જનપથ સચિવાલયમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ભૂતપૂર્વ જજ હર્ષ કુમાર,
પૂર્વ IAS ડીકે સિંહ, પૂર્વ IPS વીકે ગુપ્તાએ મીડિયા સાથે વાત કરી. સભ્યોએ કહ્યું કે તેઓ પ્રયાગરાજ જશે. એક મહિનામાં રિપોર્ટ રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે.