સાપુતારામાં ચારધામ યાત્રાથી પરત આવતી પેસેન્જર ભરેલી બસ ખીણમાં ખાબકી હતી જેમાં ૭ યાત્રાળુઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. ડાંગ જિલ્લાના સાપુતારામાં મહારાષ્ટ્રના નાશિક-ગુજરાત હાઈવે પર આ ગમખ્વાર અકસ્માત થયો હતો. બસ ઊંડી ખીણમાં ખાબકી હતી જેમાં કુલ 50 જેટલાં શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. . મોટા ભાગના મુસાફરો મધ્ય પ્રદેશના રહેવાસી છે અને નાશિકના તીર્થ સ્થળે દર્શન કરવા આવ્યા હતા.
રવિવાર સવારે લગભગ 5.30 કલાકે યાત્રાળુઓ ભરેલી બસ માલેગાંવ ઘાટ નજીક પહોંચતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં 5 યાત્રીઓના મૃત્યુ થયા છે અને 17 અન્ય ઘાયલ હોવાનું કહેવાય છે. જેમાંથી અમુકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના સર્જાઈ ત્યારે થઈ જ્યારે બસ નાસિકથી સાપુતારા ઘાટ થઈને સૂરત તરફ જઈ રહી હતી. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છેઘટનાની જાણ થતાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાતે પહોંચ્યા હતા.