રવિવારે દેશના 14 રાજ્યોમાં ધુમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાનમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો છે. વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. જેના કારણે દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારથી હળવો વરસાદ પડી શકે છે.
બીજી તરફ, મધ્યપ્રદેશમાં હવે માત્ર સવારે અને રાત્રે જ ઠંડીની અસર રહેશે, જ્યારે દિવસ દરમિયાન તડકો રહેશે. ફેબ્રુઆરીના પ્રથમ દિવસે હવામાન આ પ્રકારનું હતું. મંડલા, માલાજખંડ, ખંડવા અને ખરગોનમાં તાપમાન 32 ડીગ્રીને પાર પહોંચી ગયું. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના પહાડી રાજ્યોના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આગામી પાંચ દિવસમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન સહિત તમામ ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.