લાયન્સ ક્લબ ઓફ ભાવનગર (વેસ્ટ) – ડિસ્ટ્રિક્ટ 3232J દ્વારા ઝોનલ ક્લબ્સ મીટ તા.2-2 રવિવારે ભાવનગર અગ્રવાલ હોલ ખાતે હતી. આ ક્લબ દ્વારા તેનો પ્રતિષ્ઠિત એક્સેલેન્સ ઇન કૉમ્યૂનિટી સર્વિસ એવોર્ડ ભાવનગરના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર ડો તેજસ દોશીને તેના પર્યાવરણ સરક્ષણ , પ્લાસ્ટિક નાબુદી માટેના તેના વિવિધ પ્રોજેક્ટસ અને વન મેન આર્મી રૂપી અવિરત પ્રયત્નો માટે ખાસ સન્માનવમાં આવ્યા હતા.
ડો તેજસ દોશી સ્વચ્છ ભારત મિશન અર્બન, ગુજરાત સરકાર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રાન્ડ એમ્બેસેડર છે. તેના દ્વારા શહેર , રાજ્ય અને દેશને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે 1 કરોડ પ્લાસ્ટિક ઝબલા ભેગા કરી 2 લાખ થી વધુ કાપડ ની થેલીઓ નું વિતરણ, 11 લાખ થી વધુ જૂની પ્લાસ્ટિક પેનોમાં રીફીલ નાખી 3.5 લાખ થી વધુ વિદ્યાર્થીઓમાં વિતરણ, ભારતનો સૌથી પેહલો ઈકો બ્રિકસ પાર્કના રચેયતા, ડોન્ટ કટ ધ કોર્નર, 153 સ્કુલ્ના 1,53000 વિધાર્થીઓ સાથે નો હોર્ન્કિંગ મુવમેન્ટ વગેરે અનેક પર્યાવરણ સંરક્ષણ ગતિ વિધિઓ ચલાવે છે.
તેઓના કાર્ય ની નોંધ PMO અને CMO દ્વારા પણ ખાસ લેવામાં આવી છે.
આ એવોર્ડ તેમને પીડીજી વિનોદ સરવૈયા, પીડીજી કમલેશ શાહ અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભરત બાવીસી તેમજ અન્ય પદાધિકારીઓ, સભ્યો અને શહેરના અગ્રાગણીય લોકોની હાજરીમાં આપવામાં આવ્યો હતો