મેટાએ કન્ફોર્મ કર્યું છે કે વોટ્સએપ પર હેકર્સનો હુમલો થયો હતો. આ હેકિંગમાં ઝીરો ક્લિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે વોટ્સએપ યૂઝર્સ સાયબર એટેકર્સના નિશાના પર છે. મેટાએ આ સાયબર એટેકને લઇને આરોપ લગાવ્યા છે કે Paragonની સર્વિલાન્સ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે જેનું નામ Graphite છે. વોટ્સએપના માલિક મેટાએ જણાવ્યું કે આ સાયબર એટેકમાં 90 લોકો શિકાર બન્યા છે.
એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ તરફથી કન્ફોર્મ કરવામાં આવ્યું છે કે સાયબર એટેકર્સ 90 લોકો સુધી પહોંચ્યા છે જેમને શિકાર બનાવવામાં આવ્યા છે અને તેમના ડેટા પણ ચોરવામાં આવ્યા છે. આ 90 લોકો પત્રકાર અને કેટલાક મોટા શખ્સ હોવાનું કહેવામાં આવે છે. જોકે, તેમની કોઇ ડિટેલ સામે આવી નથી. એટેકર્સે કેટલાક પસંદગીના લોકોને શિકાર બનાવ્યા છે જેમાં પત્રકાર અને સિવિલ સોસાયટીના કેટલાક મેમ્બર્સ સામેલ રહ્યાં છે. કંપનીનું માનવું છે કે આ લોકો 20 અલગ અલગ દેશના છે. Paragon Solutionનું Graphite, અસલમાં ઝીરો ક્લિક ટેકનિક પર કામ કરે છે, જેનો અર્થ એ છે કે વગર ક્લિકે આ ડિવાઇસમાં પહોંચી શકે છે અને ડેટા ચોરવાની ક્ષમતા ધરાવે છે.