વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા. અહીં મોદીએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યુ છે. સીએમ યોગી અને કેટલાક સંતો પણ તેમની સાથે છે. મોદી બોટમાં બેસીને યોગી સાથે સંગમ પહોંચ્યા હતા. તેમણે ભગવા રંગના કપડા પહેર્યા હતા. ગળામાં રુદ્રાક્ષની માળા હતી.
મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદીએ સંગમમાં ડૂબકી લગાવી હતી. પીએમ મોદીએ સંગમ નોજ પહોંચતા પહેલા હાથ હલાવતા લોકોનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદીને ધર્મ અને આસ્થાને લઈને અલગ જ દ્રષ્ટિકોણ જોવા મળે છે. તેઓ ધાર્મિક સ્થળો પર ભક્તિમાં લીન જોવા મળે છે.