કારડીયા રાજપુત યુવા સંઘ ભાવનગર દ્વારા વર્ષોની પરંપરા મુજબ જુલાઈ માસના પ્રથમ રવિવારે સતત છવ્વીસ વર્ષથી નિયમિત રીતે યોજાતો ૨૬મો રક્તદાન કેમ્પ યોજાઈ ગયો કેમ્પ આ રવિવારે યોજાઇ ગયો. જેમાં મહિલાઓ, દંપતિ રક્તદાતાઓ તેમજ ૧૧ યુવાનોના ગૃપ મળી ૩૦૮ વ્યક્તિઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.
અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિરના કોઠારી યોગવિજય સ્વામી તેમજ એસ વી પરમાર (ડી સી પી સુરત), ડો ડી એ ચાવડા, યુવા સંઘના પ્રમુખ અભયસિંહ ચૌહાણની ઉપસ્થિતમા દીપ પ્રાગટ્ય કરી રકતદાન શિબિરનો શુભારંભ કરાવ્યો હતો. સમાજના મહિલાઓ, યુવાનોને વધુમાં વધુ સંખ્યામાં રક્તદાન કરવા આહવાન કરવામાં આવ્યું હતું. મહિલા રક્તદાતાઓ, દંપતી રક્તદાતાઓ તેમજ ૧૧ યુવાનોના ગ્રુપ એમ કુલ મળીને ૩૦૮ બોટલ રક્ત એકત્રિત થયું હતું. જ્યારે આ કાર્યક્રમમાં પ્રાથમિક ધોરણો ૧ થી ૮ના ૭૦૦ વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
કારડીયા રાજપૂત યુવા સંઘના પ્રમુખ અભયસિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાવનગર શહેરમાં સમાજ માટે વિવિધ પ્રવૃત્તિ કરતા સંગઠનોના પ્રમુખ ત્થા સભ્યો, સમાજના જિલ્લાના આગેવાનો, સમાજના તમામ ડોકટરો, સમાજના સરકારી કર્મચારી મિત્રો, ત્રણેય છાત્રાલયોના સંચાલકો તેમજ વિદ્યાર્થીઓના સહયોગથી આ કાર્યક્રમ ખુબ જ સફળ રહ્યો હતો. રક્તદાન થકી જીવનદાન અને કોઈના જીવનદાનમાં નિમિત્ત બનવા અને આ પ્રવૃત્તિ માટે વધુ ને વધુ જાગૃતિ સમાજમાં ફેલાય એ માટે યુવા સંઘ કટિબદ્ધ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા સંઘના સભ્યોએ જહેમત ઊઠાવી હતી.