નરેન્દ્ર ચુડાસમા, ભાવનગર શહેરમાં આજે સોમવારે કોરોના પોઝિટિવના વધુ 16 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય પંથકમાં વધુ એક કેસ નોંધાયો છે
ભાવનગર શહેરમાં બિનપ્રતિદિન કોરોના સંક્રમિતોની સંખ્યા વધતી જાય છે ગઈકાલે 12 કેસ નોંધાયા બાદ આજે સોમવારે વધુ 16 દર્દીઓ સંક્રમિત થયા હતા જેમાં સાત પુરુષો અને નવ મહિલાઓનો સમાવેશ થયો છે આજે ભાવનગર શહેરમાં નવા 16 પોઝિટિવ કેસ સામે 43 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા તેમને ડિસ્ચાર્જ કરાયા હતા.
ગ્રામ્ય પંથકમાં આજે કોળીયાકના યુવાનને કોરોનાના લક્ષણો જણાતા રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ ઉપરાંત આજે ઘોઘા અને મહુવાના બે પુરુષોએ કોરોનાને મ્હાત આપી હતી. ભાવનગરમાં હવે શહેરમાં ૫૯ અને ગ્રામ્યમાં ૧૩ મળી કુલ ૭૨ એક્ટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે આમ એક્ટિવ દર્દીઓની સંખ્યામાં આજે જોરદાર ઘટાડો થવા પામ્યો છે.