Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

રસ્તામાં રોકીને, ઘર-ઓફિસમાં ઘૂસીને ટ્રમ્પની ટીમ દ્વારા દસ્તાવેજની ચકાસણી : USમાં વસતા ભારતીયોમાં ફફડાટ

વારંવાર તપાસ અને અનિશ્ચિતતા વધવાને કારણે સેંકડો વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે નોકરીનો વિકલ્પ પડતો મૂકવો પડયો

dharmendravaghela by dharmendravaghela
2025-02-10 11:43:12
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળવાની સાથે ચૂંટણી પ્રચારમાં આપેલા વચન મુજબ ગેરકાયદે વસાહતીઓ પર તવાઈ શરૂ થઈ ગઈ છે. ટ્રમ્પે ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ સૌથી મોટું અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે ઈમિગ્રેશન અધિકારીઓ કોઈના પણ ઘરમાં, ઓફિસોમાં ઘૂસીને તપાસ કરે છે. તેમને સંતોષકારક જવાબ ના મળે તો જે-તે વ્યક્તિની અટકાયત કરતાં પણ ખચકાતા નથી, જેને પગલે ગુજરાતીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. બીજીબાજુ ટ્રમ્પ સરકાર દ્વારા ડીપોર્ટેશનના ભયથી ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસની સાથેની પાર્ટ-ટાઈમ નોકરીઓ છોડી રહ્યા છે. તપાસ એજન્સીઓ વારંવાર તેમના આઈડી ચકાસી રહી છે.
અમેરિકા દાયકાઓથી યુવાનો વિશેષરૂપે ભારતીય યુવાનો માટે વૈશ્વિક સ્તરના શિક્ષણ અને ઊંચા પગારની તકો સહિત અનંત સંભાવનાઓની ભૂમિ રહી છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં આકરી ઈમિગ્રેશન નીતિ અપનાવવાના કારણે સેંકડો યુવાનો માટે તેમનું અમેરિકન સ્વપ્ન ચકનાચુર થઈ ગયું છે. વિઝા અરજીઓ નકારી કાઢવા સાથે કામના સ્થળે વારંવાર તપાસ અને અનિશ્ચિતતા વધવાને કારણે સેંકડો વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે નોકરીનો વિકલ્પ પડતો મૂકવો પડયો છે. તેઓ હવે પાર્ટ-ટાઈમ નોકરી છોડી રહ્યા છે.
છેલ્લા એક વર્ષમાં અમેરિકન સરકાર દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને ઈશ્યુ કરવામાં આવતા એફ-1 સ્ટુડન્ટ વિઝાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ડેટાના વિશ્લેષણ મુજબ જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૪ વચ્ચે ૬૪,૦૦૮ ભારતીય વિદ્યાર્થીઓના વિઝા મંજૂર કરાયા હતા, જે ૨૦૨૩માં સમાન સમયમાં ૧,૦૩,૪૯૫ વિઝાની સરખામણીમાં ૩૮ ટકાનો ઘટાડો દર્શાવે છે. આ બાબત દર્શાવે છે કે વિદ્યાર્થીઓમાં પ્રમુખ તરીકે ટ્રમ્પના આગમન પહેલાં જ ડર છવાયેલો હતો. ટ્રમ્પ પ્રમુખ બનતાં વિદ્યાર્થીઓને હવે ડિપોર્ટેશનનો ભય સતાવી રહ્યો છે.બીજીબાજુ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી ટેક્સાસ, કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, ઈલિયોનોઈસમાં રહેતા અને અવર-જવર કરતાં ગુજરાતીઓને ઈમિગ્રેશન અધિકારીઓ રસ્તામાં રોકીને પણ તેમના દસ્તાવેજો વિશે પૂછપરછ કરે છે, જેની ગંભીર અસર ભારતીયો અને ખાસ કરીને મોટી સંખ્યામાં ગુજરાતી પરિવારો પર પડી રહી છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ સૌથી મોટા અભિયાનથી ભારતીયો વિશેષરૂપે ગુજરાતીઓમાં ગભરાટ ફેલાયો છે ત્યારે ટેક્સાસના સ્ટેટ રિપ્રેઝેન્ટેટિવ સલમાન ભોજાણીએ ગુજરાતીઓને સૂચનાઓ આપતી એક માર્ગદર્શિકા બહાર પાડી છે, જે દરેક ગુજરાતીઓ તેમના ગ્રુપમાં શૅર કરી રહ્યા છે.સલમાન ભોજાણીએ માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે ટ્રમ્પ સરકારના આધિકારીઓ આખા દેશમાં રેડ કરી રહ્યા છે. અમેરિકાના નાગરિક તરીકે દરેકને બંધારણીય અધિકાર મળેલા છે, જેમાં ટ્રમ્પ સરકાર હોય કે ગમે તે સરકાર હોય પણ નાગરિકના હકો તો સમાન રીતે મળેલા છે. પ્રમુખના બદલાવાથી અધિકારો બદલાતા નથી. તમને એ પણ ફરક નથી પડતો કે તમે અમેરિકન નાગરિક છો, ડોક્યુમેન્ટવાળા નાગરિક છો કે ડોક્યુમેન્ટ વગરના નાગરિક છો. આ ચાર બાબતો ધ્યાનમાં રાખવાની સૂચના સલમાન ભોજાણીએ તેમની માર્ગદર્શિકામાં આપી છે. કોઈ તમારો દરવાજો ખખડાવે તો તમારે દરવાજો ખોલવાની જરુર નથી. કોર્ટનો ઓર્ડર તપાસીને તમે અધિકારીને અંદર આવવાનું કહી શકો છો. કોઈ ગાડીમાં રોકે તો ડ્રાઈવરે લાઈસન્સ, રજીસ્ટ્રેશન અને ઈસ્યોરન્સ બતાવવું પડે છે. એના સિવાયના કાગળીયાની કોઈ જરુર રહેતી નથી. તમે હોસ્પિટલમાં છો તો ઈમર્જન્સી રૂમમાં તમારું ધ્યાન રાખવું પડે એ હોસ્પિટલની ફરજમાં આવે છે. તમને ઈમિગ્રેશન અધિકારીઓ પકડી લે તો તમે ચૂપ રહી શકો છો. તમારા એટર્નીના પૂછયા વિના કોઈ જ સાઈન કરવાની જરુર નથી.

Tags: document check on roadilleagal migrantUSA
Previous Post

અમેરિકા સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ટેરિફ વસુલશે

Next Post

સાઉદી અરેબિયામાં ભારત અને પાકિસ્તાન સહિત 14 દેશોના મલ્ટીપલ વિઝા પર પ્રતિબંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
સાઉદી અરેબિયામાં ભારત અને પાકિસ્તાન સહિત 14 દેશોના મલ્ટીપલ વિઝા પર પ્રતિબંધ

સાઉદી અરેબિયામાં ભારત અને પાકિસ્તાન સહિત 14 દેશોના મલ્ટીપલ વિઝા પર પ્રતિબંધ

જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા

કચ્છમાં ફરી એક વખત ધરા ધ્રુજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.