2 જૂલાઈએ રિલીઝ આ પોસ્ટરમાં માં મહાકાળીને સિગરેટ પીતા અને હાથમાં LGBTQના ઝંડા માટે બતાવ્યું છે. આ ફિલ્મના પોસ્ટરને કેનેડામાં આયોજિત કરવામાં આવેલા એક પ્રોજેક્ટ અન્ડર ધ ટેન્ટ હેઠળ પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ટોરન્ટોને આગા ખાન મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યું.
આ હોબાળા બાદ હવે કેનેડામાં ભારતીય ઉચ્ચઆયોગે આ મામલે નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમને કેનેડામાં હિન્દુ નેતાઓ તરફથી કેટલીક ફરિયાદો મળી છે. ફરિયાદોમાં કહેવામાં આવી રહ્યું છે કે, કેનેડામાં અન્ડર ધ ટેન્ટ પ્રોજેક્ટ હેઠળ એક પોસ્ટર પ્રદર્શિત કરવામાં આવ્યું છે. તેમાં હિન્દૂ દેવી-દેવતાઓને અસભ્યતા કરવામાં આવી છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું કે ટોરન્ટોમાં અમારા કાઉન્સલેટ જનરલે કાર્યક્રમના આયોજનકર્તાઓને અમારી ચિંતાઓ અંગે જણાવ્યું છે. અમે કેટલાક હિન્દુ સમૂહોને પણ માહિતી આપી દીધી છે કે કેનેડામાં હાજર જવાબદારોને કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. અમે કેનેડાના અધિકારીઓને અપીલ કરી છે કે તમામ આપત્તિજનક મટિરીયલને તાત્કાલિક હટાવી લેવામાં આવે.