સમગ્ર વિશ્વમાંથી કોરોના ચાલ્યો ગયો એવા વહેમમાં ના રહેતા કારણ કે, કોરોના વાયરસ એટલો ખતરનાક છે તે હજુ પણ પીછો છોડવા તૈયાર નથી. એવામાં હવે ઇઝરાયલના એક વૈજ્ઞાનિકે તબીબી સમુદાય અને મહામારી નિરીક્ષકોમાં ગભરાટ ઊભો કર્યો છે. ઈઝરાયેલના વૈજ્ઞાનિક ડૉ. શાય ફ્લીશોનએ એવો દાવો કર્યો છે કે, ભારતના 10 રાજ્યોમાં કોરોના વાયરસનો સબ-વેરિઅન્ટ BA.2.75 મળી આવ્યો છે.
ઇઝરાયેલમાં શેબા મેડિકલ સેન્ટરની સેન્ટર વાઈરોલોજી લેબમાં ડૉક્ટર Shay Fleishon કામ કરે છે. તેઓએ લખ્યું છે કે, 2 જુલાઈ સુધી BA.2.75ની 85 સિક્વન્સ અપલોડ કરવામાં આવી છે. એમાંના મોટા ભાગના ભારતના જ 10 રાજ્યો છે. બાકીના સાત રાજ્યો અન્ય દેશોના છે. હાલમાં, ટ્રાન્સમિશનની માહિતી હજુ સુધી જાહેર કરવામાં નથી આવી. Shay Fleishon પણ આ કોરોનાના કેસો વિશે સમજાવતા કહ્યું કે, ડૉક્ટર શાયના જણાવ્યા અનુસાર, 2 જુલાઈ સુધી ભારતમાં કોરોનાના નવા સબટાઇપના 69 કેસ જોવા મળ્યા હતા. જેમાં મહારાષ્ટ્રમાં 27, પશ્ચિમ બંગાળમાં 13, દિલ્હી અને જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં એક-એક, હરિયાણામાં છ, હિમાચલ પ્રદેશમાં ત્રણ, કર્ણાટકમાં 10, મધ્યપ્રદેશમાં પાંચ, તેલંગાણામાં બે કેસ મળી આવ્યા હતા.
આ અંગે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ટોચના વૈજ્ઞાનિક ડૉ. સમીરન પાંડાએ જણાવ્યું કે, ‘એક તરફ વિદેશી વૈજ્ઞાનિકો આને લઈને ચિંતિત છે. ત્યારે ભારતીય વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવે પેનિક બટન દબાવવું એ ઉતાવળ હશે. નવા વેરિઅન્ટનું મળવું એ કંઇ અસામાન્ય નથી. જેમ-જેમ વાયરસ ધીમો પડી જશે તેમ-તેમ તેના વેરિઅન્ટ સામે આવતા રહેશે.’ સમીરન પાંડાના મતે, મ્યુટેશન થવાનું જ છે, તેને લઇને ચિંતિત થવાની જરૂરિયાત નથી.