Wednesday, July 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ

4 દિવસ હીટવેવ, : આ વર્ષે ગરમી બધા રેકોર્ડ તોડશે- હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી

dharmendravaghela by dharmendravaghela
2025-03-10 11:29:56
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં માર્ચ મહિનાના પ્રારંભે જ હીટવેવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે 10 થી 13 માર્ચ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી હીટવેવની આગાહી કરી છે. આજની જ વાત કરીએ તો, 13 જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે આ વર્ષે ગરમી તેના બધા રેકોર્ડ તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમુદ્ર કાંઠામાં પવનની ગતિમાં વધારો થતા 13 માર્ચ સુધી લોકો ગરમી અને ઉકાળાટનો અનુભવ કરશે.
હાલ રાજ્યની અંદર તાપમાન ઊંચુ જવાનું છે, જેના કારણે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની અંદર અનેક જગ્યાએ તાપમાન 40 ડિગ્રીને પાર જશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી જ તાપમાનનું પ્રમાણ ઊંચુ રહેશે. 2025માં ઉનાળાની અંદર આ પહેલા હિટવેવનો રાઉન્ડ છે. આના જેવા જ આગામી સમયમાં અનેક હિટવેવના રાઉન્ડ આવશે. આ વર્ષે તાપમાન એકંદરે ઘણા બધા રેકોર્ડ તોડશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 9 માર્ચ, 2025થી લઈને 13 માર્ચ, 2025 દરમિયાન રાજ્યની અંદર પવનની દિશા, ગતિ અને ઊંચા તાપમાનનો સામનો આપણે કરવો પડશે. છેલ્લા એક અઠવાડિયાથી પવનની જે સ્પીડ છે તે 9 કિ.મી. પ્રતિકલાકથી લઈને 13 કિ.મી. પ્રતિકલાક છે. જોકે, 11 માર્ચ,2025થી પવનની સ્પીડમાં સામાન્ય વધારો થઈ શકે છે. પવનની સ્પીડ 18 કિ.મી. પ્રતિકલાકથી લઈને 22 કિ.મી. પ્રતિકલાક સુધી પહોંચી શકે. ખાસ કરીને પવનો હવે ઉત્તર-પશ્ચિમ દિશામાં ફૂંકાશે એટલે કે અરબ સાગર તરફથી પવનો ફૂંકાશે. આ પવનો ભેજવાળા હશે, જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત કે જે દરિયાઈ કાંઠાના ભાગો છે એટલે કે સમુદ્રકિનારાથી 50 કિ.મી.થી લઈને 70 કિ.મી. સુધીના વિસ્તારમાં 13 માર્ચ. 2025 સુધી ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધુ રહેશે.

Tags: garamigujarat
Previous Post

ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

Next Post

17મીથી આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર

dharmendravaghela

dharmendravaghela

Related News

યુક્રેનના ઓડેસા બંદરથી અનાજ લઈને નીકળેલા ‘એમવી ગોલ્ડન લિયો’ નામના જહાજ પર ભયાનક  હુમલો
આંતરરાષ્ટ્રીય

યુક્રેનના ઓડેસા બંદરથી અનાજ લઈને નીકળેલા ‘એમવી ગોલ્ડન લિયો’ નામના જહાજ પર ભયાનક હુમલો

July 21, 2026
અમેરિકન સૈનિકના મૃત્યુનો બદલો મોટો હુમલો કરી લઈશું : ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સૈનિકના મૃત્યુનો બદલો મોટો હુમલો કરી લઈશું : ટ્રમ્પ

July 21, 2026
હિમાચલમાં એકસાથે ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યા
તાજા સમાચાર

હિમાચલમાં એકસાથે ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યા

July 21, 2026
Next Post
17મીથી આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર

17મીથી આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર

દહેગામમાં ભારતની જીતના જશ્ન વચ્ચે જોરદાર બબાલ

દહેગામમાં ભારતની જીતના જશ્ન વચ્ચે જોરદાર બબાલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.