જતીન સંઘવી
ભાવનગર મહાનગરપાલિકા હસ્તકનાં બોરતળાવમાં ભીકડા કેનાલ મારફત પાણી આવક શરૂ થયેલ છે. સાંજનાં 7.30 કલાકની સ્થિતિ એ બોરતળાવની સપાટી 32′.9″ થી 33′.7″ થઇ છે અને આવક શરૂ છે.
રાજપરના ખોડિયાર તળાવમાં જાળીયા નદી મારફત પાણી આવક શરૂ થયેલ
છે. સાંજનાં 7.30 કલાક ની સ્થિતિ એ ખોડિયાર તળાવની સપાટી 10′.5″ થી 11 ઇંચ પર પહોંચી હતી અને ધીમી આવક શરૂ છે.
ખેડૂતોએ જાત મહેનતે બંધાવેલો મેથળા બંધારો થયો ઓવરફ્લો
તળાજા પંથકમાં આવેલ મેથળા બંધારો આજે ભારે વરસાદના પગલે ઓવરફ્લો થયો હતો. ગત વર્ષે લોગીન તૂટી જવાથી મેથળા બંધારાનો પાળો તૂટ્યો હતો અને હજારો ગેલન પાણી દરિયામાં જતું રહ્યું હતું. તેમ છતાં ખેડૂતો એ હાર ના માની ફરી એકવાર બાંધ્યો હતો. મેથળા બંધારો ઓવરફ્લો થતાની સાથે ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે.