N
ગુજરાત કોંગ્રેસ સમિતિમાં કાર્યકારી પ્રમુખપદેથી પાટીદાર-હાર્દિક પટેલએ રાજીનામુ આપી ભાજપમાં જોડાતા આ ખાલી પડેલા પદ પર આજે કોંગ્રેસએ 7 નેતાને કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે. 7 નેતા પૈકી 5 સીટીંગ ધારાસભ્યો છે જેમાં લલીત કગાથરા, જીગ્નેશ મેવાણી, ઋત્વિક મકવાણા, અંબરીશ ડેર, હિમતસિંગ પટેલનો સમાવેશ થાય છે જયારે કાદીર પીરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલને પણ કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપાઈ છે.