ગુજરાતમાં પ્રથમ વાર 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે રાજ્યમાં નેશનલ ગેમ્સ યોજાશે. જેમાં દેશના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવા અને રમતગમતને લઇને મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, ‘ગુજરાતમાં પ્રથમ વાર નેશનલ ગેમ્સ યોજાશે. 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે રાજ્યમાં નેશનલ ગેમ્સ યોજાશે. આ ગેમ્સમાં દેશના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે.’ CMએ વધુમાં જણાવ્યું કે, ‘ગુજરાત વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ છે. લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.’
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘આવતીકાલે સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યુવા અને સ્પોર્ટ્સ અંગે કેટલીક મહત્વની જાહેરાત કરશે.’