તળાજાની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન કોર્ટે આજે ભુવાએ તાંત્રિક વિધિના બહાને બે સંતાનની માતાને નિર્વસ્ત્ર કરી દુષ્કર્મ આચરવાના આરોપમા તકસીરવાન ઠેરવી દસ વર્ષની સજા ફટકારી છે.એક મહિનામાં કોર્ટે હત્યાના બે અને એક દુષ્કર્મ મળી ત્રણ અલગ અલગ કેસમાં સજા ફટકારતા આજે વકીલ મંડળમાં તળાજા કોર્ટે સજાની એક મહિનામાં હેટ્રિક કરી તેવા શબ્દો સાંભળવા મળ્યા હતા.સ રકારી વકીલ કમલેશભાઈ કેસરી ની ધારદાર દલીલો ,ફરિયાદીનું નિવેદન ગ્રાહ્ય રાખ્યું હતું