ભાવનગર તળાજા નેશનલ હાઇવેનું કામ હાલ ચાલી રહ્યું છે જેમાં નવા બાયપાસ પર શેત્રુંજી નદી પર પુલ બનેલો છે. જ્યાં આજે બપોરે લગભગ ચાર વાગ્યાના સુમારે એક બોલેરો જીપ પુલ પર ઊભી હતી ત્યારે ધસમસતા ટ્રકે તેની સાથે અકસ્માત સર્જયો હતો.
આ બનાવમાં બેકાબૂ ટ્રક અકસ્માત બાદ પુલની નીચે ગબડી પડયો હતો જયારે બોલેરો કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે જેનું નામ દેવશીભાઈ અરજણભાઈ હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યુ છે. આ બનાવમાં વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.