ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર પંથક સહિત રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેને લઈ અષાઢ માસમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સતત ત્રણ-ચાર દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મહુવા તેમજ તળાજામાં ધોધમાર અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી રોડ-રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. વરસાદના પગલે મણારી નદીનો પુલ તૂટતાં અલંગ સંપર્ક વિહોણું થયું છે. તંત્ર દ્વારા પુલનું કામ શરૂ કરવા ડાઇવર્ઝન પુલ બનાવ્યો હતો. જે વરસાદના પગલે ધરાશાયી થયો હતો.