મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં નવી સરકારના ગઠન બાદ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં નવી સરકારના ગઠન બાદ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યમાં મંત્રી પરિષદના વિસ્તાર પર ચર્ચા થઈ છે. એકનાથ શિંદે અને ફડણવીસ શુક્રવારે મોડી સાંજે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડૂ, પ્રધાનમંત્રી મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મળવાનો પણ કાર્યક્રમ છે.
રાજધાની પહોંચ્યા બાદ બંને નેતા મહારાષ્ટ્ર સદન પહોંચ્યા. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, પહેલા દેવેન્દ્ર ફડણવીસ અમિત શાહના નિવાસ સ્થાને પહોંચ્યા બાદ ત્યાર બાદ થોડી વારમાં શિંદે પણ ત્યાં પહોંચ્યા હતા. માનવામાં આવી રહ્યુ છે કે, અમિત શાહ સાથે ચર્ચા કરી અને શિવસેના શિંદે જૂથની સાથે સત્તા ભાગીદારીની ફોર્મ્યુલા પર ચર્ચા થઈ છે. અમિત શાહે શિંદે અને ફડણવીસ સાથે પોતાની મુલાકાતની તસ્વીર ટ્વિટર પર શેર કરતા લખ્યું છે કે, મને વિશ્વાસ છે કે, પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શનમાં આપ બંને વિશ્વાસપૂર્વક લોકોની સેવા કરશો અને મહારાષ્ટ્રના વિકાસને નવી ઉંચાઈએ