પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે આભ ફાટતા અચાનક આવેલા પુરના કારણે કેટલાય લોકો તણાઈ ગયા છે અને લગભગ 16 જેટલા લોકોના મોત પણ થયા છે. એક અધિકારીએ તેની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં લગભગ 40 જેટલા લોકો ગાયબ છે. જ્યારે છ જણાને આજે સવારે બચાવી લેવાયા છે. ગત રોજ અમરનાથ ગુફાની નજીક વાદળ ફાટવાના કારણે ભારે માત્રામાં પાણી નીચે વહી રહ્યું હતું. પોલીસ તથા એનડીઆરએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેટલાય ટેંટ તથા સામૂહિક રસોઈ ઘર તૂટી ગયા છે. અમરનાથ ગુફાથી લગભગ 2 કિમી દૂર આ ઘટના ઘટતા પ્રશાસને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. સાથે આ અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર છે.
જમ્મુ કાશ્મીર પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વાદળ ફાટવાના કારણે આવેલી આપદાથી અમરનાથ યાત્રા હાલ પુરતી અટકાવી દેવામા આવી છે. તથા તેને શરૂ કરવાનો નિર્ણય બચાવ કાર્ય પુરુ થયા બાદ જ લેવાશે. અમરનાથ યાત્રા 30 જૂને શરૂ થઈ હતી.
#WATCH | Indian Army continues rescue operation in cloudburst affected area at the lower Amarnath Cave site
(Source: Indian Army) pic.twitter.com/0mQt4L7tTr
— ANI (@ANI) July 9, 2022
અધિકારીઓએ જણાવ્યુ હતું કે, વરસાદના કારણે પહાડમાંથી પાણી અને મોટો પ્રવાહ વહેવા લાગ્યા હતા. એનડીઆરએફની એક ટીમ પ્રભાવિત વિસ્તારમાં તૈનાત છે. આ મોટી ત્રાસદીને જોતા ભારતીય સેનાએ મોર્ચો સંભાળી લીધો છે. જ્યાં હેલીકોપ્ટરની મદદ લેવાઈ રહી છે.
વાદળ ફાટવાની ઘટના બાદ વરસાદથી સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને અહીં શ્રદ્ધાળુઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાદળ ફાટ્યા બાદ કેટલાય લોકો ગુમ છે. પાણીના ઝડપી વહેણના કારણે તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અમરનાથ શ્રાઈન બોર્ડ અને એનડીઆરએફ તરફથી હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
અમરનાથમાં આભ ફાટવાની ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ દુ: ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું છે કે, વાદળ ફાટવાની ઘટનાથી વ્યથિત છું, શોક સંતપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ અમરનાથ ગુફામાં વાદળ ફાટવાની ઘટના પર પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, હું અમરનાથની પવિત્ર ગુફા મંદિર પાસે વાદળ ફાટવાની ઘટનામાં શ્રદ્ધાળુઓના મોતથી દુ:ખી છું.
હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા
0194 2313149
0194 2496240
9596779039
9797796217
01936243233
01936243018