જમ્મુ કાશ્મીરમાં આભ ફાટ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. વાદળ અમરનાથ ગુફાની પાસે ફાટ્યું છે. તેમાં કેટલાય લોકોના મોત થયા હોવાની વિગતો આવી છે. હાલમાં કોઈ ચોક્કસ આંકડો આવ્યો નથી, પણ અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે, આ દુર્ઘટના અમરનાથ ગુફાથી માત્ર દોઢ કિમી દૂર ઘટી છે. અહીં લગભગ 10થી 12 હજાર શ્રદ્ધાળુઓ રોકાયા હોવાનું પણ કહેવાય છે.