એક મીડિયા રિપોર્ટ અનુસાર ટેસ્લાના CEO મસ્કે ડીલ રદ કરવા માટે ટ્વિટરને જ જવાબદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ટ્વિટર નકલી એકાઉન્ટ્સ વિશે જાણકારી આપવામાં નિષ્ફળ રહ્યું છે. વિલય સમજુતીની ઘણી શરતોને તોડવાનો આરોપ પણ લગાવ્યો છે. મસ્કની જાહેરાત પછી ટ્વિટરના શેર 7 ટકા ગગડી ગયા છે.આ ડીલમાંથી હટ્યા બાદ હવે ટ્વિટર એલોન મસ્ક પર કેસ કરવાની તૈયારી કરી રહ્યું છે.
ટેક જગતના આ હાઈવોલ્ટેજ ડ્રામામાં એક નવો વળાંક આવ્યો છે. જે ઘણા અઠવાડિયા સુધી ચાલ્યો હતો. એલોન મસ્કે કહ્યું છે કે, ટ્વિટરે કરારોની ઘણી જોગવાઈઓ તોડી છે. તેથી તે આ સોદામાંથી ખસી રહ્યો છે. એલોન મસ્કના વકીલે ટ્વિટર પર લખ્યું મિસ્ટર મસ્કે આજે મર્જરને સમાપ્ત કરી દીધું છે. તેઓ આ એટલા માટે કરી રહ્યાં છે. કારણ કે, ટ્વિટરે તેમની સાથે કરવામાં આવેલા કરારોનો ભંગ કર્યો છે. ટ્વિટરે એલોન મસ્કની સામે ખોટી અને ગેરમાર્ગે દોરનારી રજૂઆત કરી છે. અને મર્જર દરમિયાન એલોન મસ્કે તેના પર વિશ્વાસ મૂક્યો હતો.
આ પછી હવે ટ્વિટરે કહ્યું છે કે, કંપની આ મર્જરને પૂર્ણ કરવા માંગે છે. તેને પૂર્ણ કરવા માટે કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે. ટ્વિટરના બ્રેટ ટેલેરે પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ટ્વિટરનું બોર્ડ ફક્ત એલન મસ્ક સાથે કરવામાં આવેલી શરતો અને ખર્ચ પર જ વ્યવહાર બંધ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે આ મર્જર એગ્રીમેન્ટને પૂર્ણ કરવા માટે કાયદાકીય કાર્યવાહી પણ કરીશું. અમે નિષ્ઠાપૂર્વક આશા રાખીએ છીએ કે, આ સોદાને કોર્ટ ઓફ કોન્શિયસનેસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
એલન મસ્કે છેલ્લા અઠવાડિયાથી ટ્વિટર ડીલને રોકી રાખી છે.મસ્કે કહ્યું કે, ટ્વિટર પહેલા સાબિત કરવું જોઈએ કે, પ્લેટફોર્મ પર બોટ્સ એકાઉન્ટ્સ 5 ટકા કરતાં ઓછા છે. આ ડીલ દરમિયાન ટ્વિટરે એલન મસ્કને પણ આવો જ આંકડો બતાવ્યો હતો.
શું એલન મસ્ક 1 અબજ ડોલરનો દંડ ચૂકવશે ?
જો એલન મસ્ક અને ટ્વિટર વચ્ચે ડીલ એક પાર્ટી દ્વારા રદ કરવામાં આવે તો 1 અબજનો દંડ ભરવો પડશે. એટલે કે જો એલોન મસ્ક આ ડીલ કેન્સલ કરશે તો તેણે ટ્વિટરને 1 બિલિયન ડોલરનો દંડ ભરવો પડશે. જો કે,લ જો તે ટ્વિટર પર લગાવવામાં આવેલા આરોપને સાબિત કરવામાં સફળ રહે છે, તો પછી કેસ ઉલટાવવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં તેઓ ટ્વિટર સામે કાનૂની કાર્યવાહી પણ કરી શકે છે.
ટ્વિટરના શેર તૂટ્યાં
એલન મસ્કની જાહેરાત બાદ શુક્રવારે ટ્વિટરના શેરમાં 6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જો કે, બાદમાં તે 5 ટકા થઈ ગયો હતો. રસપ્રદ વાત એ છે કે, ટેસ્લાના શેરમાં એક ટકાનો વધારો થયો છે. એલોન મસ્કે એક પત્રમાં જણાવ્યું છે કે, ટ્વિટરે આ સોદાના કરારો તોડી નાખ્યા છે. તમને જણાવી દઈએ કે મે મહિનામાં એલન મસ્કે ટ્વિટર ડીલને હોલ્ડ પર રાખવાની વાત કરી હતી.