Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડીસા બ્લાસ્ટ કેસ: આરોપી પિતા-પુત્રના આઠ દિવસના રિમાન્ડ મંજૂર

સરકારની SITની ટીમે પ્રથમ દિવસે કરી તપાસ

dharmendravaghela by dharmendravaghela
2025-04-04 11:52:09
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદે ફટારડા બનાવતી ફેક્ટરી દીપક ટ્રેડર્સમાં મંગળવારે સવારે આગ બાદ ભીષણ બ્લાસ્ટ થયો હતો. જેમાં મધ્ય પ્રદેશના 21 મજૂરોના મોત થયા હતા. ડીસા બ્લાસ્ટ કેસમાં 21 શ્રમિકોનો ભોગ લેનાર ગેરકાયદે ફટાકડા ફેક્ટરીના સંચાલક પિતા-પુત્ર ખુબચંદ અને દિપક મોહનાનીને ડીસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.ડીસાની એડિશનલ સિવિલ જજ અને જ્યૂડીશલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ જજ કે.આર શર્માની કોર્ટે આરોપીઓના 11 એપ્રિલ સુધીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ઘટના સ્થળે આજે તપાસ કરવામાં આવી. આ મામલે તપાસમાં એવું પણ જાણાવા મળ્યું છે કે આરોપી દિપક મોહનાની ડીસા શહેર યુવા ભાજપ સંગઠનમાં મંત્રી પદે રહી ચુક્યો છે. ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ કેસમાં પોલીસે આખરે એફઆઇઆર જાહેર કરી છે. આ કેસમાં ડીસા મામલતદાર વિ.કે.બારોટે ફરિયાદી તરીકે ફરિયાદ નોંધાવી છે. જેમાં ખુબચંદ મહનાણી અને તેના પુત્ર દિપક મોહનાણી સામે BNSની કલમ 105, 110, 125 (a), 125 (b), 326 (g), 54, તેમજ વિસ્ફોટક અધિનિયમની કલમો 9 (b), 12 અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમની કલમો 3(b), 4,5,6 હેઠળ ડીસા રુરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી તપાસ ટીમમાં ભાવિન પંડયા, IAS, સેક્રેટરી લેન્ડ રીફોર્મ્સ, મહેસૂલ વિભાગ (અધ્યક્ષ) અને વિશાલકુમાર વાઘેલા- નાયબ પોલીસ મહાનિરીક્ષક, એચ.પી.સંધવી ડાયરેકટર ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી-ગાંધીનગર તેમજ જે.એ.ગાંધી, ચીફ એન્જીનિયર, માર્ગ અને મકાન વિભાગ ડીસા ખાતે આવી પહોંચ્યા હતા. અહીં તેમણે ફેક્ટરીમાં બ્લાસ્ટના બનાવ સ્થળે તપાસ કરી હતી.

Advertisement
Tags: deesa blastfasther son remand
Previous Post

અલવિદા ‘ભારત કુમાર : શાસ્ત્રીજીના કહેવાથી બનાવી હતી ‘ઉપકાર’ ફિલ્મ

Next Post

વડોદરાની મહિલા સાડાસાત મહિના ડિજિટલ એરેસ્ટ: 1.89 કરોડ પડાવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
વડોદરાની મહિલા સાડાસાત મહિના ડિજિટલ એરેસ્ટ: 1.89 કરોડ પડાવ્યા

વડોદરાની મહિલા સાડાસાત મહિના ડિજિટલ એરેસ્ટ: 1.89 કરોડ પડાવ્યા

ડીસા : વિસ્ફોટમાં જીવતા ભુંજાયેલા 18 શ્રમિકોના નર્મદા ઘાટ પર સામૂહિક અગ્નિસંસ્કાર

ડીસા : વિસ્ફોટમાં જીવતા ભુંજાયેલા 18 શ્રમિકોના નર્મદા ઘાટ પર સામૂહિક અગ્નિસંસ્કાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.