Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં KFC, બાટા, પુમા પર હુમલો; દુકાનોમાં તોડફોડ અને લૂંટ

ઇઝરાયલ સાથે જોડાણની અફવાઓ પર હિંસક વિરોધ

dharmendravaghela by dharmendravaghela
2025-04-10 11:40:13
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બુધવારે બાંગ્લાદેશમાં ઇઝરાયલ વિરોધી પ્રદર્શનકારીઓએ અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સની દુકાનોમાં લૂંટફાટ અને તોડફોડ કરી હતી. વિરોધીઓ બાટા, કેએફસી, પિઝા હટ અને પુમા જેવી બ્રાન્ડના શોરૂમમાં ઘૂસી ગયા અને ત્યાં રાખેલી વસ્તુઓને નુકસાન પહોંચાડ્યું.આ ઘટના ત્યારે બની જ્યારે સિલહટ, ચટગાંવ, ખુલના, બારીશાલ, કુમિલા અને ઢાકામાં હજારો લોકો પેલેસ્ટિનિયનો સાથે એકતા દર્શાવવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ હિંસા ફેક ન્યૂઝને કારણે ફેલાઈ હતી જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ કંપનીઓ ઇઝરાયલ સાથે જોડાયેલી છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે બાંગ્લાદેશી સરકાર રોકાણકારોને આકર્ષવા માટે તેની પ્રથમ વૈશ્વિક રોકાણ સમિટનું આયોજન કરવાની તૈયારી કરી રહી છે. ઇઝરાયલે 18 માર્ચે ગાઝા પર હુમલો કરીને 19 જાન્યુઆરીના યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો, ત્યારથી ઇઝરાયલી હુમલાઓમાં 1000થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જ્યારે 3000થી વધુ ઘાયલ થયા છે.
ઢાકા ટ્રિબ્યુન અનુસાર KFC, પુમા, બાટા, ડોમિનોઝ અને પિઝા હટ જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓને નિશાન બનાવવામાં આવી હતી. આ અંગે વિરોધીઓ માને છે કે તેઓ ઇઝરાયલ સાથે જોડાયેલા છે. જ્યારે તેમનો ઇઝરાયલ સાથે કોઈ સીધો સંબંધ નથી.સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં ટોળું બાટા શોરૂમના કાચના દરવાજાને ઇંટોથી તોડી નાખે છે અને પછી ડઝનબંધ જૂતા લૂંટી લે છે. બાંગ્લાદેશના ટીબીએસ ન્યૂઝ અનુસાર, લૂંટના થોડા સમય પછી ફેસબુક માર્કેટપ્લેસ પર જૂતા વેચાઈ રહ્યા હતા. KFC આઉટલેટ પર લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો હતો. પુમા અને ડોમિનોઝના અનેક શોરૂમમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.

Tags: Bangladeshkfc attack
Previous Post

ટ્રમ્પે 75 થી વધુ દેશો માટે કામચલાઉ રાહતની પણ જાહેરાત કરી, 90 દિવસ માટે ટેરિફ ફક્ત 10 ટકા

Next Post

ઓનલાઈન ગેમિંગના રવાડે ચડેલા 17 વર્ષના છોકરાનો રૂપિયા હારી જતા આપઘાત

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ઓનલાઈન ગેમિંગના રવાડે ચડેલા 17 વર્ષના છોકરાનો રૂપિયા હારી જતા આપઘાત

ઓનલાઈન ગેમિંગના રવાડે ચડેલા 17 વર્ષના છોકરાનો રૂપિયા હારી જતા આપઘાત

ભાવનગરમાં મારામારીમાં યુવાનનું મૃત્યુ થતા ઉશ્કેરાયેલા ટોળાએ આરોપીના મકાનો સળગાવ્યા

ભાવનગરમાં મારામારીમાં યુવાનનું મૃત્યુ થતા ઉશ્કેરાયેલા ટોળાએ આરોપીના મકાનો સળગાવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.