Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ-વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા

નેશનલ હેરાલ્ડ કેસ મામલે રાહુલ-સોનિયા ગાંધી સામે ચાર્જશીટ દાખલ થતાં વિરોધ

dharmendravaghela by dharmendravaghela
2025-04-17 11:55:11
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ 15 એપ્રિલ મંગળવારે કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સામ પિત્રોડા અને સુમન દુબેનાં નામનો સમાવેશ કરાયો છે. ED દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરી તેનો દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને પગલે અમદાવાદ બાદ વડોદરામાં કોંગ્રેસ નેતા અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે પોલીસ દ્વારા ટીંગાટોળી કરી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. જોકે, આ દરમિયાન વડોદરામાં તો એક કાર્યકરે પોલીસની ગાડી પર ચડીને વિરોધ નોંધાવ્યો હતો.
અમદાવાદમાં EDની ઓફિસ બહાર અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ હાથમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. જોકે, પરવાનગી વિના વિરોધ કરી રહેલા કોંગ્રેસના તમામ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલની પણ પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. પોલીસ દ્વારા કાર્યકરોને પણ જબરદસ્તી પકડીને ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેમને પોલીસે કોલરથી પકડીને ગાડીમાં બેસાડી દીધા હતા. તો બીજી તરફ વિરોધ કરી રહેલી મહિલાઓને પણ પોલીસ દ્વારા ખેંચીને પોલીસની ગાડીમાં બેસાડી દેવામાં આવી હતી.
વડોદરા શહેરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેને પગલે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા ચકલી સર્કલ નજીક આવેલી GST ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરો દ્વારા મોદી હાય… હાય… ભાજપ હાય… હાય…ના નારા લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતા કપિલ જોશી તો પોલીસની ગાડી પર ચડી ગયા હતા અને ગાડી પર ચડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Tags: Ahmedabadcongres protestvadodara
Previous Post

મહાદેવ એપ પ્રમોટર્સના અમદાવાદ સહિત રાજ્યમાં 15 સ્થળ પર દરોડા

Next Post

જેસલમેરમાં પારો 46ને પાર : ચેન્નઈમાં ભારે વરસાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
જેસલમેરમાં પારો 46ને પાર : ચેન્નઈમાં ભારે વરસાદ

જેસલમેરમાં પારો 46ને પાર : ચેન્નઈમાં ભારે વરસાદ

નડ્ડાની જગ્યાએ કોણ? એક અઠવાડિયામાં લેવાઈ શકે છે નિર્ણય

નડ્ડાની જગ્યાએ કોણ? એક અઠવાડિયામાં લેવાઈ શકે છે નિર્ણય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.