Tuesday, June 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે શાંતિવાર્તા માટે તૈયાર

જેટલા વિસ્તારો પર તેણે કબજો કર્યો છે તે યુક્રેને ભૂલી જવા પડશે, શાંતિવાર્તા માટે રશિયાની શરત

dharmendravaghela by dharmendravaghela
2025-04-22 11:54:58
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રશિયા અને યુક્રેન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધનો અંત ક્યારે આવશે તેને લઈને હજુ સુધી અસમંજસતા છે. એવામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહેલીવાર શાંતિવાર્તા માટે ઈચ્છા વ્યક્ત કરી છે. પુતિને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈસ્ટરને ધ્યાને રાખી 30 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. જે બાદ 20મી એપ્રિલે ફરી બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું. રશિયા અને યુક્રેન બંને દેશો એકબીજા પર યુદ્ધવિરામના ભંગનો આરોપ લગાવી રહ્યા છે. પુતિને જ્યારે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી ત્યારથી જ યુક્રેને આ જાહેરાતને એક નાટક ગણાવ્યું હતું. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયા યુદ્ધવિરામ કરશે તો અમે શાંત રહીશું પણ જો હુમલો થયો હતો જવાબ જરૂર મળશે. ઝેલેન્સ્કી અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે અગાઉ યુદ્ધવિરામની ઈચ્છા દર્શાવી હતી. ટ્રમ્પે તો બંને દેશોને વહેલામાં વહેલી તકે યુદ્ધ રોકવાનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું. એવામાં રશિયાના પ્રમુખ પુતિને પણ પહેલીવાર શાંતિવાર્તાની ઈચ્છા દર્શાવી છે.
ક્રેમલિનના પ્રવક્તાએ જણાવ્યું છે કે રહેણાંક વિસ્તારો પર હુમલો ન કરવા મુદ્દે પુતિન યુક્રેન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. મીડિયા અહેવાલો અનુસાર શાંતિવાર્તા માટે રશિયા એવી શરત રાખી રહ્યું છે કે જેટલા વિસ્તારો પર તેણે કબજો કર્યો છે તે યુક્રેને ભૂલી જવા પડશે. જોકે યુક્રેન આમ કરવા તૈયાર નથી. આટલું જ નહીં રશિયાની એવી પણ શરત છે કે યુક્રેન હંમેશા માટે એક તટસ્થ દેશ બની જાય. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ટ્રમ્પ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમને પુતિન પર ભરોસો નથી. થોડા દિવસ અગાઉ જ અમેરિકાએ રશિયા અને યુક્રેનને અલ્ટિમેટમ આપ્યું હતું કે બંને દેશો ટૂંક સમયમાં જ શાંતિવાર્તા માટે તૈયાર થાય. જો બંને દેશો વાત નહીં કરે તો અમેરિકા મધ્યસ્થતા નહીં કરે. અમેરિકાના વિદેશમંત્રીએ કહ્યું હતું કે શાંતિવાર્તા ન કરવી હોય તો અમારી પાસે બીજા ઘણા કામ છે જેના પર અમે ધ્યાન કેન્દ્રિત કરીશું.

Tags: putin ready to talk peace with ukrainerussia
Previous Post

ઉદ્ધવ ઠાકરે આધુનિક દુર્યોધન, રાજ ઠાકરેને ક્યારે આગળ આવવા દીધા નથી

Next Post

પંજાબની શાળા અને કોલેજની કેન્ટીનમાં અને કેમ્પસની અંદર એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
પંજાબની શાળા અને કોલેજની કેન્ટીનમાં અને કેમ્પસની અંદર એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ

પંજાબની શાળા અને કોલેજની કેન્ટીનમાં અને કેમ્પસની અંદર એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ

એક દેશ, એક ચૂંટણી પર આજે કાયદાકીય નિષ્ણાતો સાથે સમિતિની બેઠક

એક દેશ, એક ચૂંટણી પર આજે કાયદાકીય નિષ્ણાતો સાથે સમિતિની બેઠક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

TEST – TEST – TEST

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.