Tuesday, November 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ સિવિલમાં 230 લોકોના DNA સેમ્પલ લેવાયા

ઋષભ રૂપાણી બ્લડ સેમ્પલ આપવા પહોંચશે; સિવિલમાં મૃતકોના સ્વજનો-ડોક્ટરો સિવાય કોઇને પ્રવેશ નહીં

dharmendravaghela by dharmendravaghela
2025-06-14 11:52:40
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને કલાકો વિતી ચૂક્યા છે પરંતુ, હજી DNA રિપોર્ટ આવવાનો બાકી હોય મૃતકોના પરિજનો મૃતદેહ મળવાની રાહ જોઈ રહ્યા છે. અમદાવાદ સિવિલમાં શુક્રવારે મોડી રાત સુધીમાં 224 લોકોના DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે બાદ આજે વહેલી સવારે વધુ 6 લોકોના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે.
દિવંગત વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી આજે વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા બાદ ગાંધીનગર ખાતે સ્થિત તેમના ઘરે રોકાયા છે. જેઓ સવારે 11 વાગ્યે બ્લડ સેમ્પલ આપવા સિવિલ પહોંચશેશુક્રવારે દિવસભર સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ પર જ્યાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે રાત પડતા જ એકલ દોકલ લોકો જ જોવા મળ્યા હતા. રાત્રિના સમયે વાહનવ્યવહાર માટે પણ રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
12 જૂનના રોજ બપોરે 1.38 વાગ્યે 40થી 42 ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નં-171 ટેક ઓફ થઈ હતી. ટેક ઓફ થયા બાદ 1.40 વાગ્યે મેઘાણીનગરના ઘોડાકેમ્પ ખાતે IGP કમ્પાઉન્ડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું, જેમાં સ્ક્રૂ-મેમ્બર્સ, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ 242 મુસાફર હતા, 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ-મેમ્બર હતા. ફ્લાઇટમાં સવાર ક્રૂ- મેમ્બર અને પ્રવાસીઓ મળીને 241નાં મોત થયા છે. જ્યારે ડોકટર્સની હોસ્ટેલ અને આસપાસના વિસ્તારમાં હાજર રહેલા અન્ય લોકોના પણ મોત નિપજ્યા હતા.

સિવિલમાં બેઠકોનો દોર યથાવત્
અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ બાદ બેઠકોનો દોર યથાવત્ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ સહિતના નેતાઓ અને CMO, પોલીસના ઉચ્ચ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે, જેમાં DNA રિપોર્ટ બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવા અને તેમને કોઈ મુશ્કેલી ન પડે તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 8 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે

અફવાઓ પર ધ્યાન ન આપવા જુનિયર ડોક્ટર એસોશિએશનની અપિલ
JDA દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં હોસ્ટેલમાં MBBS વિદ્યાર્થીઓના મોતના બનાવોનો ઉલ્લેખ છે. હાલમાં 20 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 11 વિદ્યાર્થીઓને ડિસ્ચાર્જ આપી દેવાયું છે. વધુમાં, સુપર સ્પેશિયાલિટી વિભાગમાં એક રેસિડેન્ટ ડોક્ટરના પત્ની પણ ઘાયલ થયા હોવાનું જણાવાયું છે. JDA દ્વારા સોશિયલ મીડિયા પર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોકટરોના મૃત્યુદર અંગે ફેલાવાઈ રહેલા ઊંચા આંકડાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે.

Tags: Ahmedabaddna sampleplane crash
Previous Post

ઇઝરાયલનો ઈરાની પરમાણુ ઠેકાણાઓ પર ફરી હુમલો

Next Post

ડીજીસીએનો મોટો નિર્ણય, 15 જૂનથી ઉડાન પહેલા ફરજિયાત કરવી પડશે ટેક્નિકલ તપાસ

dharmendravaghela

dharmendravaghela

Related News

મહુવામાં યંત્ર ઉપર હારજીતનો ઓનલાઇન જુગાર રમતાં ૧૮ શખ્સની ધરપકડ
પ્રાદેશિક

મહુવામાં યંત્ર ઉપર હારજીતનો ઓનલાઇન જુગાર રમતાં ૧૮ શખ્સની ધરપકડ

November 18, 2025
અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મહોર
આંતરરાષ્ટ્રીય

અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મહોર

November 18, 2025
શેખ હસીના અંગે ટ્રિબ્યુનલની કાર્યવાહી નિષ્પક્ષ અને ન્યાયસંગત નથી
આંતરરાષ્ટ્રીય

શેખ હસીના અંગે ટ્રિબ્યુનલની કાર્યવાહી નિષ્પક્ષ અને ન્યાયસંગત નથી

November 18, 2025
Next Post
ડીજીસીએનો મોટો નિર્ણય, 15 જૂનથી ઉડાન પહેલા ફરજિયાત કરવી પડશે ટેક્નિકલ તપાસ

ડીજીસીએનો મોટો નિર્ણય, 15 જૂનથી ઉડાન પહેલા ફરજિયાત કરવી પડશે ટેક્નિકલ તપાસ

અમદાવાદ પ્લેન ક્રેશ : 19 મૃતદેહો કોના એ રહસ્ય

અમદાવાદ પ્લેન ક્રેશ : 19 મૃતદેહો કોના એ રહસ્ય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.