Friday, September 18, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

સેન્સેક્સ 816 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 218 પોઈન્ટનું ગાબડું મધ્યપૂર્વમાં ફરી એકવાર યુદ્ધના સંકેતો વચ્ચે બજાર ખુલતાની સાથે જ નબળાઈ જોવા મળી

dharmendravaghela by dharmendravaghela
2026-06-04 12:37:20
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

મુંબઈ,
ભારતીય શેરબજારમાં આજે ભારે વેચવાલીને કારણે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે કારોબાર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મધ્યપૂર્વમાં ફરી એકવાર યુદ્ધના સંકેતો વચ્ચે બજાર ખુલતાની સાથે જ નબળાઈ જોવા મળી હતી અને જોતજોતામાં વેચવાલીનું દબાણ વધતા બંને ઇન્ડેક્સ નીચે સરકી ગયા હતા.
સવારે 10 વાગ્યા સુધીમાં, BSE Sensex ગઈકાલના બંધ ભાવ 74,649.84 ની સામે ઘટીને 73,833.75 ના દૈનિક નીચલા સ્તરે પહોંચી ગયો છે, જે આશરે 816 પોઈન્ટનો મોટો કડાકો દર્શાવે છે. બીજી તરફ, NSE Nifty 50 પણ ગઈકાલના બંધ ભાવ 23,483.55 ની સામે ઘટીને 23,265.25 ના સ્તરે આવી ગયો છે, જેમાં આશરે 218 પોઈન્ટનો ગાબડું નોંધાયું છે.
બજારમાં અચાનક આવેલા આ કડાકા પાછળ મુખ્યત્વે ચાર મોટા કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે. સૌથી પહેલું કારણ નબળા વૈશ્વિક સંકેતો છે, જેમાં અમેરિકન બજારમાં જોવા મળેલી નબળાઈ અને એશિયન બજારોમાં સુસ્તીને લીધે ભારતીય બજાર પર દબાણ વધ્યું છે. આ ઉપરાંત, રોકાણકારોએ નફો વસૂલવાનું (Profit Booking) શરૂ કર્યું છે, જેના કારણે બજાર નીચે આવ્યું છે. ત્રીજું મહત્ત્વનું કારણ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં વધી રહેલો ભૂરાજકીય તણાવ છે, જેની અસર ક્રૂડ ઓઈલના ભાવ પર થઈ રહી છે અને તેનાથી રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે. અંતે, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં વિલંબની શક્યતાઓને પગલે વિદેશી રોકાણકારો (FIIs) સાવચેતીભર્યું વલણ અપનાવીને વેચવાલી કરી રહ્યા છે, જેણે બજારનો મૂડ વધુ બગાડ્યો છે. બીજી બાજુ મિડલ ઈસ્ટમાં ફરી એકવાર અમેરિકા અને ઈરાને સામ સામે હુમલા શરૂ કર્યાના અહેવાલ સામે આવી રહ્યા છે જેને લઈને રોકાણકારોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ હુમલાઓ હવે એકથી વધુ દેશને ભરડામાં લઈ રહ્યા છે.
બોક્સ…..
ક્રૂડમાં તેજી આવતા રૂપિયો નબળો પડ્યો
બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતો ફરી એકવાર ઊંચકાઈ હતી અને 97 ડૉલરને ક્રોસ કરી જતાં વિશ્વની ચિંતા વધી ગઈ છે. આ સાથે રૂપિયો પણ ડૉલર સામે ફરી નબળો થતો દેખાઈ રહ્યો છે. આરબીઆઈના રૂપિયાને મજબૂત કરવાના પ્રયાસો નિષ્ફળ થતા દેખાઈ રહ્યા છે. બે જ દિવસમાં રૂપિયો 95.03 ની સપાટીથી ફરી એકવાર 95.60ના હાઈ સુધી પહોંચી ગયો છે.

Previous Post

અમદાવાદમાંથી મોડીરાત્રે 291 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પોલીસ દ્વારા અટકાયત, રાજકોટમાંથી પણ 31 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી લેવાયા

Next Post

અમેરિકા રશિયન ઓઈલ પરની છૂટછાટ સમાપ્ત કરશે: ભારતની ચિંતામાં વધારો! 17 જૂને સમયમર્યાદા સમાપ્ત; ભારતને વેનેઝુએલા તરફ વાળવા અમેરિકાનો પ્રયાસ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાતમાં 24 કલાકમાં 150 તાલુકામાં પડ્યો વરસાદ
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 150 તાલુકામાં પડ્યો વરસાદ

September 18, 2026
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી
તાજા સમાચાર

દિલ્હીથી લઇને હિમાચલ સુધીના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

September 17, 2026
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં અથડામણ: ૨ આતંકવાદી ઠાર
તાજા સમાચાર

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં અથડામણ: ૨ આતંકવાદી ઠાર

September 17, 2026
Next Post

અમેરિકા રશિયન ઓઈલ પરની છૂટછાટ સમાપ્ત કરશે: ભારતની ચિંતામાં વધારો! 17 જૂને સમયમર્યાદા સમાપ્ત; ભારતને વેનેઝુએલા તરફ વાળવા અમેરિકાનો પ્રયાસ

પીએમ મોદી પર અમેરિકા દ્વારા દબાણ લાવવું અશક્ય': પુતિન ખરીદ શક્તિના મામલામાં ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની ચૂક્યું છે. રશિયા આ યાદીમાં ચોથા ક્રમે હોનો પુટિનનો સ્વીકાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.