કાનપુર હિંસા મામલે SITએ મોટો ખુલાસો કર્યો છે. નાઈ રોડ હિંસાનો મુખ્ય ઉદ્દેશ ચંદેશ્વર હાટાને સાફ કરવાનો હતો. આ માટે બિલ્ડર હાજી મોહમ્મદ વાસીએ મુખ્ય આરોપી હયાત ઝફર હાશ્મીના સંગઠનને 10 લાખ રૂપિયા આપ્યા હતા.હાટા ખાલી થયા બાદ બીજા રૂપિયા 90 લાખ આપવાના હતા.આ ખુલાસો વાસીએ SITની પૂછપરછ દરમિયાન કર્યો છે.SITએ 3 જૂને થયેલી હિંસા અંગે કોર્ટમાં કેસ ડાયરી દાખલ કરી છે.જેમાં પથ્થરબાજોને 1000 રૂપિયા અને પેટ્રોલ બોમ્બર્સને 5000 રૂપિયા આપવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.બદમાશોને હિંસા ફેલાવવા માટે પૈસા આપવામાં આવ્યા હતા.સરકારી વકીલ દિનેશ અગ્રવાલે કેસ ડાયરી દાખલ કરી છે.તે જ સમયે, એસઆઈટી વાસી, ઝફર સહિતના હિંસા સાથે સંકળાયેલા લોકોની વિગતોની તપાસ કરી રહી છે.