ભાવનગર શહેર ગોપાલનગરથી ટોપ થ્રી રોડ ઉપર એકટીવા લઈને જઈ રહેલા એક મહિલાને ડમ્પર ચાલકે અડફેટે લેતા ઝરણાબેન જાદવનું ઘટના સ્થળ જ કમકમાટી ભર્યું મોત થયું હતું, બનાવને લઈને અહીંથી પસાર થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. બનાવની જાણ 108 ટીમને કરવામાં આવતા 108 ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માતમાં ઝરણાબેનની બે સહેલીઓ પ્રિયાંશીબેન ગોંડલીયા અને મનાલીબેન સુરેશભાઈ ને પણ ઇજા થતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થયો હતો.