આનંદનગરના વૃધ્ધનુ કોરોનાથી મોત, ભાવનગર શહેરમાં ૩૦ અને ગ્રામ્યમાં ૨૭ મળી નવા ૫૭ પોઝિટિવ કેસ નોધાયા છે. ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસ ક્રમશઃ વધી રહ્યા છે.આજે ચિંતાજનક સમાચારએ મળ્યા છે કે એક વ્યક્તિનું મોત કોરોનાથી થયું છે. એક તરફ ચોમાસાને કારણે રોગચાળાની ભીતિ અને બીજી તરફ કોરોનાના વધી રહેલા કેસ ચિંતાજનક ગણવા રહ્યા.