રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર અને પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. રઘુરામ રાજને અમેરિકા દ્વારા ભારત
સામે લગાવેલા ટેરિફને અત્યંત ગંભીર ચિંતાજનક મામલો ગણાવતા કહ્યું કે ભારતે કોઈ એક વ્યાપારિક
સહયોગી પર નિર્ભરતા ઘટાડવી જોઈએ. આ સાથે વર્તમાન વૈશ્વિક અર્થતંત્રમાં વેપાર, રોકાણ અને
નાણાને હથિયાર બનાવાઈ રહ્યા છે ત્યારે ભારતે અત્યંત સાવચેત રહેવાની જરૂર છે.
બુધવાર (27 ઓગસ્ટ)થી અમલમાં આવેલા અમેરિકાના 50 ટકા ટેરિફ વિશે વાત કરતા ડૉ. રાજને
ચેતવણી આપી હતી કે, ‘આજની વૈશ્વિક વ્યવસ્થામાં, વેપાર, રોકાણ અને નાણાંકીય તેજીને હથિયાર
બનાવવામાં આવી રહ્યું છે અને આ માટે ભારતને નિશાનો બનાવવામાં આવી રહ્યું છે.