શહેરના કુંભારવાડા અક્ષરપાર્કમાં રહેણાંકી મકાન ભાડે રાખીને અમુક ઈસમો ઈન્ડિયા-ઈગ્લેન્ડ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર પર હાર-જીતનો સટ્ટો રમી રમાડી રહ્યા છે.તે બાતમીના આધારે પોલીસની ટીમે ઉક્ત સ્થળે દરોડો પાડીને સ્થળ પર સટ્ટો રમતાં રમાડતાં અજિત દાનસંગ સોલંકી રાજેશ વેલા વાધેલા,વલ્લભ મેરૂ રાઠોડ (રહે.તમામ અક્ષરપાર્ક,ભાવનગર) તથા ધ્રુવદેવસિંહ પ્રતાપસિંહ ગોહિલ રહે વિઠ્ઠલવાડી.ભાવનગર)ને એક ટીવી કિંમત રૂ.૧૦ હજાર, સેટ ટોપ બોક્સ ૩.૧ હજાર, પાંચ મોબાઈલ રૂ.૧૩,૬૦૦ તથા રોકડા રૂ.૩૩૪૦૦ અને એક બાઈક રૂ.૧૦ હજાર મળી કુલ રૂ.૬૮,૫૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.