ઇન્ડિયાના પ્રાંતના ગ્રીનવુડના એક મોલમાં રવિવારે સાંજે એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો. જેના કારણે ચાર લોકોના મોત થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. હુમલાખોરને મોલમાં હાજર એક સશસ્ત્ર નાગરિકે ગોળી મારી દીધી હતી.
આ હુમલો રવિવારે સ્થાનિક સમય અનુસાર સાંજે 6 વાગ્યે થયો હતો. ઈન્ડિયાના પોલીસના જણાવ્યા અનુસાર, રાઈફલ લઈને આવેલા હુમલાખોરે મોલના ફૂડ કોર્ટમાં લોકોને નિશાન બનાવ્યા હતા. તે વધુ લોકોને મારી શકે તે પહેલા ત્યાં હાજર એક નાગરિકે તેની ગોળી મારીને હત્યા કરી નાખી. ગ્રીનવુડના મેયર માર્ક ડબલ્યુ. મેયર્સે જણાવ્યું હતું કે ચાર મૃતકોમાં હુમલાખોરનો પણ સમાવેશ થાય છે.
ગ્રીનવુડ પોલીસ ચીફ જિમ ઈસને જણાવ્યું હતું કે કુલ ચાર લોકો માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર કંટ્રોલ રૂમને સાંજે 6 વાગ્યે ફાયરિંગની માહિતી મળી હતી. જ્યારે હુમલાખોરને સશસ્ત્ર નાગરિકે ગોળી મારી દીધી ત્યારે ગોળીબાર બંધ થઈ ગયો. ઈસને કહ્યું કે જ્યારે હુમલાખોર ગોળીબાર કરી રહ્યો હતો ત્યારે એક નાગરિકે કુનેહ બતાવીને તેને ગોળી મારી દીધી હતી